મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ બિરદારોએ નમાજ અદા કરીને એકમેકને પાઠવી ઈદની શુભકામના: સબજેલમાં પણ ઈદની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં મુસ્લિમ બિરદારોએ નમાજ અદા કરીને એકમેકને પાઠવી ઈદની શુભકામના: સબજેલમાં પણ ઈદની ઉજવણી કરાઇ

મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મસ્જીદમાં જઈને મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને મોરબીની જુમ્મા મસ્જિદથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદમીયા બાપુની સર પરસ્તીમાં શાનદાર જુલુસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીનચોક, નેહેરૂગેઇટ, સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઇદગાહે પહોંચ્યું હતું. અને ત્યાં શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઈદ ઉલ અદહાની નમાઝ અદા કરાવી હતી. ત્યાર બાદ રસીદમીયા બાપુએ ઇદના મુબારક મોકા ઉપર ભારત દેશમાં શાંતિ અને ભાઈચારો કાયમી જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકને દુઆએ કરી હતી અને સહુકોઈએ એકમેકને ઈદની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ ઈદગાહેથી જુલુસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જિદે પૂરું કરવામાં આવ્યું હતું. અને આજના દિવસે કોઈ અનિછીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તો મોરબી સબજેલમાં દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આજે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઈદ નિમિત્તે મૌલાના ઈશાકભાઈ દ્વારા જેલના બંદીવાન ભાઈઓએ બકરી ઈદની નામાજ પઢાવવામાં આવી હતી અને જેલમાં રહેલા બંદીવાન ભાઈઓએ ઈદની નમાજ અદા કરી હતી ત્યારે મોરબી સબજેલના ઈન્ચાર્જ અધિક્ષક ડી.એમ. ગોહેલ તથા ઈન્ચાર્જ જેલર એ.આર. હાલપરા સહિતનો જેલનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો
 




Latest News