મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાંથી માલ સામાનની ચોરી કરી હોવાની વાતની મારામારીના કેસમાં પાંચની સામે કાર્યવાહી, ધુળકોટ ગામે થયેલ મારામારીમાં ત્રણ સામે કાર્યવાહી


SHARE







મોરબીમાં કારખાનામાંથી માલ સામાનની ચોરી કરી હોવાની વાતની મારામારીના કેસમાં પાંચની સામે કાર્યવાહી, ધુળકોટ ગામે થયેલ મારામારીમાં ત્રણ સામે કાર્યવાહી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કારખાનામાંથી માલ સામાનની ચોરી કરી હોય અને ભંગારમાં વેચી દેવામાં આવેલ હોય તે બાબતની જાણ થતા પાંચ લોકો દ્વારા એક યુવાનને માર મારવામાં આવ્યો હતો.જે બાબતે તાલુકા પોલીસ મથક ખાતે તે યુવાન દ્વારા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા તથા રાઇટર નગીનદાસ સહિતનાઓ ચલાવી રહ્યા હોય તેઓ દ્વારા આ મારામારી સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પંકજ મગન રાણીપા (૩૦) રહે.પ્રમુખસ્વામીનગર પંચાસર રોડ, અનિલ પરસોતમભાઇ જાદવ (૨૭) રહે.લાલપર, સંજય રમેશભાઇ જાદવ (૨૫) રહે.જવાહર સોસાયટી સામાકાંઠે મોરબી-૨, સાવન નવનીતભાઇ ચાડમીયા જાતે પટેલ (૨૫) રહે.ખરેડા અને દિવ્યેશ ચંદુલાલ અમૃતિયા જાતે પટેલ (૩૦) રહે.જેતપર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તેમજ મોરબી તાલુકાના ધુળકોટ ગામે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.બાદમાં સામસામે ફરિયાદો નોંધાઈ હતી.આ બનાવમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.સગારકા દ્વારા મારામારી સંદર્ભે નોંધાયેલ ફરીયાદ આધારે મુળીબેન મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા (૩૫)અને દિનેશ મનજીભાઈ વાઘેલા (૪૦) ત્રણેય રહે.ધુળકોટ તા.મોરબી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા કુલીનગર શેરી નંબર-૨ માં રહેતો અલ્તાફ ગુલામભાઈ કટિયા નામનો ૨૭ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે વીસીપરા વિસ્તારમાં તેના બાઇકની આડે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે ઘટનામાં ઇજા પામેલ અલ્તાફ કટીયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હોય ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને બાદમાં પોલીસમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સોનલબેન સદ્દામભાઈ ભટ્ટી નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘર નજીક થયેલ બોલાચાલી બાદની મારામારીમાં ઇજાઓ થવાથી તેઓને સિવિલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બપોરના બે વાગ્યાના અરસામાં થયેલ મારામારીમાં ઘવાયેલા સોનલબેનને સારવારમાં લઈ જવાયા હોય પોલીસમાં જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફના પી.જે.પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News