મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે ભાઈ સાથેની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારનાર ચાર સામે કાર્યવાહી


SHARE







મોરબીના સોખડા ગામે ભાઈ સાથેની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારનાર ચાર સામે કાર્યવાહી

મોરબીના સોખડા ગામે શેરીમાં ગાડી ચલાવવા બાબતે ભાઈ સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ચારેય આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતો ચેતનભાઇ બાબુભાઈ થરેશા નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘર નજીક હતો. ત્યારે રવુભા ગઢવી, ભરત ગઢવી, વિજય ગઢવી અને નિલેશ ગઢવી નામના ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાન ચેતન થરેસાએ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ભાઈ હિતેશભાઈની સાથે રવુભા ગઢવીને શેરીમાં ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી. તે બાબતનો રોષ રાખીને ચારેય ઇસમોએ એકસંપ કરીને તેને ધોકા વડે માર માર્યો છે જે ગુનામાં પોલીસે આરોપી રવુભા દેવરાજ બળદા જાતે ગઢવી (૩૨), ભરતભાઈ વિશાલભાઈ બળદા જાતે ગઢવી (૩૦), વિજય ગોવિંદભાઈ બળદા જાતે ગઢવી (૪૧) અને નિલેશ વિશાલભાઈ બળદા જાતે ગઢવી (૨૭) રહે. બધા સોખડા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોની પાર્ક વિસ્તારમાં રહેતા ગૌરીબેન લાલજીભાઈ શેરસીયા (૫૮) નામના મહિલાને તેઓના ઘર પાસે પાડોશી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને મારામારીમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા નવતમભાઈ નરભેરામભાઇ કુબાવત (૭૫) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.






Latest News