મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બનતા એપાર્ટમેન્ટમાંથી રમતા રમતા નીચે પડતા ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીમાં નવા બનતા એપાર્ટમેન્ટમાંથી રમતા રમતા નીચે પડતા ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું મોત

મોરબીની પંચાસર ચોકડી પાસે નવા બનતા એપાર્ટમેન્ટમાં રમતા રમતા પડી જવાથી દોઢ વર્ષની બાળકીને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી નજીક તુલસી પાન સામે નવા બનતા એપાર્ટમેન્ટમાં રાજુભાઈ પારગી કામકાજ કરી રહ્યા હતા દરમિયાન તેની દોઢ વર્ષની બાળકી સોનાક્ષી રમતા રમતા પગથીયા ઉપરથી નીચે પડી જતા તે બાળકીને માથાના ભાગ ગંભીર ઇજા થઇ હતી  જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે બાળકીનું ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

વાંકાનેરમાં જકાતનાકા પાસે સેજલભાઈ હુસેનભાઇ પીપરવાડિયા (૨૭) રહે. જીનપરા શેરી નં ૧૩ વાંકાનેર નામના યુવાનને બાબુભાઈ ભરવાડ અને તેની સાથે આવેલ વ્યક્તિ દ્વારા કોઈ કારણોસર ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી રાબેતા મુજબની છે.






Latest News