મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું તેમના પરિવાર સાથે મિલન કરાવતી અભયમ્ ૧૮૧ ટીમ


SHARE











મોરબીમાં ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું તેમના પરિવાર સાથે મિલન કરાવતી અભયમ્ ૧૮૧ ટીમ

આજ રોજ સજ્જન મહિલા નો ૧૮૧ પર ફોન આવેલ જેમાં તેમણે જણાવેલ એક માજી મળી આવેલા હોવાથી માજી ની મદદ માટે મહિલા હેલ્પલાઇનમા માજીની મદદ માટે કોલ કરીને મદદ માગેલ હતી.
 
મોરબી ગીતા પાર્ક વિસ્તારમાંથી સજ્જન વ્યક્તિનો કોલ આવતા ૧૮૧ ની ટીમ માજીની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચી સજ્જન વ્યક્તિનું કાઉન્સિલિંગ કરેલ જેમાં તે વ્યક્તિએ જણાવેલ આ માજીને અમે કાલે રાત્રે વૃક્ષ નીચે બેઠેલા જોયા જેમાં સવારે તે જગ્યા ઉપર ધ્યાન ગયેલ ત્યાં જોયું કે માજી હજુ આ જગ્યા ઉપર જ બેઠેલા છે જેથી આ વ્યક્તિ માજીને તેમના ઘરે લઈને આવેલ ત્યારબાદ માજીની મદદ માટે મહિલા હેલ્પલાઇનમા કોલ કરેલ.ત્યાર બાદ માજીનું કાઉન્સિલિંગ કરેલ.જેમાં માજીનું પૂરું નામ જાણેલ ત્યાર બાદ આજુબાજુના વ્યક્તિઓને માજી વિશે કોઈ પ્રકારની માહિતી મળે તો કહેવાનુ જણાવેલ જેમાં માજીના પુત્રવધુના મોબાઈલ નંબર મળેલ જેથી પુત્રવધુને કોલ કરેલ જેમાં માજીના પુત્રવધુ સાથે વાતચીત કરેલ તેમાં પુત્રવધુએ જણાવેલ તે મજુરી કામના અર્થે ગયેલા ત્યારે માજી ઘરેથી નીકળી ગયેલા છે. અમે તેમની શોધખોળ પણ કરી હતી.માજીના પુત્રવધુ સાથે ફોન ઉપર વાત કર્યા બાદ માજીને તેમના ઘરે લઈ જઈ તેમના પુત્રવધુને સોંપેલ જેથી પુત્રવધુએ ૧૮૧ ટીમનો તેમજ તે સજ્જન વ્યક્તિનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News