મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં પરણિતાના પ્રેમ સબંધની પતિને જાણ થઇ જતાં ઘરેથી જતી રહી હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીમાં પરણિતાના પ્રેમ સબંધની પતિને જાણ થઇ જતાં ઘરેથી જતી રહી હોવાનું ખૂલ્યું

મોરબીના લાલપર ગામ પાસે સીરામીક સીટી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી 'બ્યુટી પાર્લરમાં જાવ છું' તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી જેથી તેની ગુમસુધા ફરિયાદ નોંધાયેલ હતી અને હાલમાં તે પરિણીતા મળી આવેલ છે અને તેને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધ હતો તેની જાણ તેના પતિની સાથે ઝઘડો થયો હતો જેથી મહિલા ઘરેથી ચાલી ગઈ હતી તેવી માહિતી સામે આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના ધ્રોલના વતની અને હાલ મોરબીના વાંકાનેર હીઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધવલભાઇ દિનેશભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ નામના ૩૩ વર્ષના યુવાને પોલીસ મથક ખાતે આવીને તેની પત્ની વંદનાબેન ધવલભાઈ પંડ્યા (૨૯) વાળા ગત તા.૪-૫ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જાઉં છુ તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં મોડે સુધી પરત ન આવતા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી છતાં વંદનાબેનનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી કરીને ધવલભાઇએ પોલીસ સ્ટેશને તેની પત્ની ગુમ થયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ કરી હતી જેથી કરીને જગદીશભાઈ ડાંગર આગળની તપાસ કરી રહ્યા હતા તેવામાં આ મહિલાએ પોલીસ સ્ટેશને તેના પતિ સાથે આવી હતી અને પોલીસને જણાવ્યુ છે કે, બે વર્ષ પહેલા પીપળી રોડ ગોલ્ડ કોઈન સિરામિકમાં તે માર્કેટિંગનું કામ કરતી હતી જેથી કરીને અપડાઉન કરતી હતી ત્યારે શ્રી હરી હાર્ડવેરમાં કામ કરતો ભાવિન નામનો યુવાન પણ તેની સાથે અપડાઉન કરતો હતો જેથી તેની સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને પતિની જાણ બાહર તે તેને મળવા માટે પણ જતી હતી અને આ બાબતની તેના પતિને જાણ થતાં ઝઘડો થયો હતો જેથી તે અમદાવાદ જતી રહી હતી અને ત્યાર બાદ તેના પતિ તેને લેવા આવતા તેની સાથે તે આવી ગયેલ છે  






Latest News