મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં આધેડ વેપારી પાસેથી વાહનમાં નુકશાનીના ૧૦ હજાર પડાવનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં આધેડ વેપારી પાસેથી વાહનમાં નુકશાનીના ૧૦ હજાર પડાવનાર આરોપીની ધરપકડ

મોરબી શહેરના લોહાણાપરા વિસ્તારની અંદર શાકભાજીની દુકાન ધરાવતા આધેડ પાસે ૨૦૦ રૂપિયાની ઢીંગલી નામના શખ્સ દ્વારા માંગણી કરવામાં આવી હતી ત્યારે તેને પૈસા આપવાની આધેડે ના પડી હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરી બતાવીને આંતરડા બહાર કાઢી નાખવાનો ભય બતાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોતાના એકટીવામાં નુકસાન થયેલ છે તેવું કહીને ૧૦,૦૦૦ રૂપિયા રોકડા તેની પાસેથી લઈ લીધા હતા જેથી આધેડે વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવું હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં-૩ માં રહેતા અને મોરબીના લોહાણાપરા વિસ્તાર શેરી નં-૩ માં શાકભાજીની દુકાન ધરાવતા દિપકભાઈ ગોવિંદભાઈ કંઝારિયા જાતે સતવારા (૫૨)એ હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાહી રહે. સિપાઈવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કેલોહાણાપરા વિસ્તારમાં તેઓ પોતાના થડા ઉપર બેસીને શાકભાજીનો વેપાર કરતા હતા ત્યારે આરોપી તેનું મેટ બ્લેક કલરનું એક્ટિવા લઈને આવ્યો હતો અને ફરિયાદી પાસે ૨૦૦ રૂપિયા માંગ્યા હતા ત્યારે ફરિયાદીએ ૨૦૦ રૂપિયા આપવાની ના પડતા આરોપીએ તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદીને પેટના આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી તેમજ આરોપીએ તેના એકટીવામાં નુકસાન થયેલ છે તેવું કહીને ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ પડાવી લીધા હતા જેની આધેડ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એન. ભટ્ટ અને તેની ટીમે આરોપી હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ બેલીમ જાતે સિપાહી (૨૬) ધંધો શાકભાજીની લારી રહે. સિપાઈવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News