મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ભાણદેવજી મહારાજના આશ્રમ જોધપર નદી ખાતે વૃક્ષ પરિચય સંદર્ભે શિબિર યોજાઈ


SHARE







મોરબીના ભાણદેવજી મહારાજના આશ્રમ જોધપર નદી ખાતે વૃક્ષ પરિચય સંદર્ભે શિબિર યોજાઈ

પ્રકૃતિપ્રેમીઓ માટે વનસ્પતિ પરિચય તથા તેની ઉપયોગિતાની જાણકારી માટેની એક શિબિરનું આયોજન મોરબીના ભાણદેવ આશ્રમ (જોધપર નદી) ખાતે કરવામાં આવ્યુ હતુ.

આ શિબિરમાં વૈદરાજ કીરીટસિંહ ઝાલાએ વનસ્પતી પરિચય તથા ઔષધીય ઉપયોગિતા વિષે જાણકારી આપેલ.આ શિબિરમાં મોરબીનાં નામાંકીત ૫૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓ હાજર રહેલા.જેમા ડૉ.પનારા, મણીભાઈ ગડારા, દેવકરણભાઇ આદ્રોજા, મધુસુદન પાઠક, વૈદ કોરડિયા, ધનશ્યામભાઇ ડાંગર, જીવરાજ બાપા વિગેરે ઉપસ્થિત હતા.ભાણદેવજીએ શરૂઆતમાં શિબિરાર્થીઓને વનસ્પતિના મહત્વ વિષે જાણકારી આપી હતી.શિબિરનું આયોજન પ્રાણજીવન કાલરિયા તથા મધૂરમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યુ હતુ.ભાણદેવ આશ્રમ ઉપર અઘેડો, અરીઠા, અંજીર, અપરાજિતા, અરડુસી, આમલી,  આકડો, આવળ, આસોપાલવ, આમળા, આંબો, ઊઁધાફૂલી, ઊઁદરકાની, કરમદા, કરંજ, કરેણ, કેરડા, કાસિદ, કાંચનાર, કાંગસા, કુંવારપાઠું, ખારેક, ખેર, ખાખરો, ગળો, ગળજીભી, ગરમાળો, ગાજરઘાસ, ગુગળ, ગુલમહોર, ગંગેટી, ગંધારી, ગોરસ આમલી, ચણોઠી, ચમારદૂધેલી, ચંપો, ચમેલી, ચીલ, તુલસી, પારિજાત, પીપળ, પીંકેશિયા, પારસપીપળો, ફાલસા, બલા, બહેડા, બીલી, ભદ્રાક્ષ, માકડમારી, રાયણ, લીમડો, વડ, વાનરપૂંછ,વાંસ, વીકળો, શતાવરી, શેતૂર, શરપંખો, સરગવો, સવન, સહદેવી, સીસમ, સોનમહોર વિગેરે અનેક વનસ્પતિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો.






Latest News