હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી તાલુકમાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE











મોરબી તાલુકમાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ટિંબડી નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે અપહરણના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા પરિવારની દીકરી ત્યાં કારખાનામાં કામ કરવા માટે થઈને જતી હતી દરમિયાન તેના સંપર્કમાં આવેલ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગરમાં રહેતો રમજાન તાજુદ્દીન બ્લોચ જાતે મકરાણી નામનો શખ્સ તે સગીરાને લલચાવીને તેનું અપહરણ કરી ગયેલ હતો જેથી ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ફરિયાદના થોડા દિવસોમાં સગીરા મળી આવી હતી જોકે આરોપીને પકડવાનો બાકી હતી અને આ આરોપી મોરબીના શનાળા રોડે માર્કેટ યાર્ડમાં આવવાની માહિતી પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં વોચ રાખીને આરોપી રમજાન તાજુદ્દીન બ્લોચ જાતે મકરાણી (૨૪) રહે. આનંદનગર મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેને કોરટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે 




Latest News