ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઈકની ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો


SHARE











મોરબીમાંથી બાઈકની ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

મોરબીના રેલ્વે સ્ટેશન સામે જાહેર શૌચાલયની પાસે યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે તેવામાં રવાપર ઘુનડા રોડ ઉપર મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યારથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી ચોરાઉ બાઈક મળી આવતા પોલીસે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈક સાથે રીઢા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાનીવાવડી ગામે રહેતા તરુણભાઈ ગંગારામભાઈ કાચરોલા જાતે પટેલ (૪૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાકેશભાઈ કરસનભાઈ સોલંકી રહે. ઉગમણા નાકે ખડીયાવાસ ટંકારા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ જાહેર શૌચાલય પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે ૩ ડીએચ ૪૫૮૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા અને સિધ્ધરાજસિંહ જાડેજા મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને રોકીને તેની પાસેથી બાઈકના કાગડો માંગવામાં આવતા તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોકેટ કોપ એપ્લિકેશનથી બાઈકની ડિટેલ સર્ચ કરવામાં આવતા આ બાઈક ચોરી કરેલું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના ચોરાઉ બાઇક સાથે આરોપી રાકેશભાઈ કરસનભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ આરોપીની સામે ટંકારા, ધ્રોલ અને રાજકોટ પોલીસ સ્ટેશનમાં દારૂ, મારામારી અને જુગારની ફરિયાદો અગાઉ નોંધાયેલ છે






Latest News