મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના કલેક્ટરે હથિયાર માટે બહાર પડેલા જાહેરનામા સામે વચ્ચગાળાનો માનઈ હુકમ મેળવવા અરજી: ૨૩ મીએ સુનાવણી


SHARE







મોરબીના કલેક્ટરે હથિયાર માટે બહાર પડેલા જાહેરનામા સામે વચ્ચગાળાનો માનઈ હુકમ મેળવવા અરજી: ૨૩ મીએ સુનાવણી

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા હથિયાર ધારકોને તેના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરવા માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેને મોરબીના યુવા એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું જેની આગામી સુનાવણી તા ૨૩ મી ના રોજ રાખવામા આવેલ છે તેની સાથોસાથ આ જાહેરનામા સામે વચ્ચગાળાનો મનાઈ હુકમ લેવા માટેની અરજી પણ હાઈકોર્ટમાં કરવામાં આવેલ છે તેની સુનાવણી પણ ૨૩ મી તારીખે જ કરવામાં આવશે  

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તા ૭ મે ના રોજ મતદાન થવાનું છે અને તે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તેના માટેની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં હથિયાર ધારકો પાસે રહેલા તેઓના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરાવવા માટે થઈને જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જેથી મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયા દ્વારા કલેકટરના આ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું જેની સામે જસ્ટિસ વૈભવ ડી. નાણાવટીએ મોરબી જિલ્લા કલેક્ટર અને ભારતીય ચૂંટણી પંચને નોટિસ અગાઉ આપેલ હતી જેની વધુ સુનાવણી તા ૧૯ ન રોજ રાખવામા આવી હતી જોકે, તેમાં આગામી તા ૨૩ મી ની મુદત પડેલ છે અને અરજદાર દ્વારા કલેકટરે હાલમાં હથિયાર જમા કરાવવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેની સામે વચ્ચગાળાનો મનાઈ હુકમ મેળવવા માટે થઈને હાઇકોર્ટમા અરજી કરેલ છે તેની સુનાવણી પણ આગામી ૨૩ મી તારીખે જ રાખવામા આવેલ છે તેવું અરજદાર પાસેથી જાણવા મળેલ છે






Latest News