વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં C-VIGIL કંટ્રોલરૂમની મુલાકાત લઈને કામગીરીની સમિક્ષા કરતાં ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર


SHARE











મોરબીમાં C-VIGIL કંટ્રોલરૂમની મુલાકાત લઈને કામગીરીની સમિક્ષા કરતાં ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે C-VIGIL કંટ્રોલરૂમમાં આવેલી વિવિધ પ્રકારની ફરિયાદો, ફરિયાદોના નિરાકરણ માટે લેવાયેલ સમય વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. C-VIGIL ના મિકેનિઝમ વિશે વિગતે માહિતગાર થઈ તેમણે C-VIGIL અંતર્ગત આવેલી ફરિયાદોનું તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ થાય તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ મોનીટરીંગ સેલના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News