ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇક આડે કૂતરું આવતા અકસ્માત: ઇજા પામેલ યુવતી સારવારમાં


SHARE







મોરબી નજીક ડબલ સવારી બાઇક આડે કૂતરું આવતા અકસ્માત: ઇજા પામેલ યુવતી સારવારમાં

મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતી યુવતી બાઈકમાં બેસીને કારખાનેથી ઘર તરફ જતી હતી ત્યારે બાઈક આડે કુતરું ઉતરતા અકસ્માત થયો હતો અને યુવતીને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે સુખપરા હનુમાનજીના મંદિર પાસે રહેતા કાજલબેન નિલેશભાઈ ચૌહાણ (૨૮) નામની યુવતી કારખાનેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને ઘર તરફ જઈ રહી હતી ત્યારે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શબરી હોટલ નજીક તેઓના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી ઇજા પામેલ યુવતીને શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ પાસે જોન્સનગર શેરી નં-૩ માં રહેતા મધુબેન બટુકગીરી ગોસ્વામી (૫૩)  નામના મહિલા રિક્ષામાં બેસીને તેના દીકરની સાથે જઇ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે રિક્ષામાંથી નીચે પડી જતા જમણા હાથમાં તેઓને ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરામાં સીડ ફાર્મ નજીક સસારી વાડી ખાતે રહેતા હુસેનભાઇ ગફારભાઈ માલાણી (૩૦) નામનો યુવાન નવલખી ફાટક પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે યુવાન રસ્તા ઉપર નીચે પડી જતા તેને ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે






Latest News