મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાનને શોધવા માટે લોકોની મદદ માંગતી પોલીસ


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ યુવાનને શોધવા માટે લોકોની મદદ માંગતી પોલીસ

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસથી યુવાન ગુમ થયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી ગુમશુદા ફરિયાદ પણ નોંધયેલ છે જેથી પોલીસ તેને શોધી રહી છે તો પણ તે મળી આવેલ નથી જેથી પોલીસે ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે લોકો પાસેથી મદદ માંગેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુમશુદા ફરિયાદ નોંધાયેલ છે જેમાં ચીમનભાઇ માધાભાઇ શીયાળ જાતે કોળી (૪૫) હાલ રહે. રાજપર ગામની સીમ, ગાયત્રી ફાર્મ હાઉસમાં તાલુકો મોરબી મૂળ રહે મહુવા, જનતા પ્લોટ, નાના લાડાણીની હોસ્પીટલ બાજુમાં, તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળા તા ૫/૩/૨૦૨૪ ના કલાક-૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયા છે. જેઓ શરીરે મધ્યમ બાંધાના, વાને ઘઉં વર્ણના તેમની ઉંમર આશરે પાંચકે ફુટ જેમના એક હાથ ઉપર ગુજરાતીમાં 'દેવાભાઇ' તથા બીજા હાથ ઉપર ગુજરાતીમાં 'સોનલ' ત્રોફાવેલ છે. જેઓ ગાયત્રી ફાર્મ હાઉસથી નીકળેલ ત્યારે શરીરે કાળા કલરનું સ્વેટર તથા ભુખરા ખાખી કલરનું પેન્ટ પહેરેલ તથા હાથમાં કાળા કલરનું નાનું પ્લાસ્ટીકનુ ઝબલુ લઇને ગયા છે. વ્યક્તિની કોઈને પણ જાણકારી મળે તો તપાસ કરનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એએસઆઇ એસ.વી.સોલંકીના મો.૭૯૯૦૨ ૪૮૪૮૨ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.






Latest News