ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક ધૂળની ડમરીને લીધે ટ્રક પાછળ ડબલ સાવરી એકટીવા ઘૂસી જતાં બે યુવાનના મોત


SHARE











હળવદના ચરાડવા નજીક ધૂળની ડમરીને લીધે ટ્રક પાછળ ડબલ સાવરી એકટીવા ઘૂસી જતાં બે યુવાનના મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરાડવા ગામ પાસેથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીના કારણે ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી એકટીવા અથડાયું હતું જેથી કરીને બે યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં બે યુવાનોના મોત થયા છે જે બનાવની હળવદ તાલુકા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ફોરટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ગઈકાલે વાતાવરણમાં પલટો આવતા હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે કેટી મિલ નજીક રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ધૂળની ડમરીના કારણે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં એક્ટિવા ઘૂસી ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં એકટીવા ઉપર જઈ રહેલા બે યુવાનોને ગંભીર ઈજા થઈ હતી અને તે પૈકીના સાકરીયા જયરાજભાઇ દેવશીભાઈ (૨૮) રહે. આણંદપુર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, એકટીવા ઉપર બેઠેલા રાજેશસિંગ પઠાણસિંગ (૨૬) રહે. મૂળ આગ્રા યુપી હાલ રહે. ચરાડવા વાળાની ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં બંને યુવાનોના મોત નીપજયાં છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેપુર ગામ પાસે આવેલ ત્રિમંદિર પાસેથી લક્ષ્મીબેન અમૃતલાલ દલસાણીયા રહે. જેપુર વાળા બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓના બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં લક્ષ્મીબેનને ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા હેમરાજભાઈ પોલાભાઈ પંચાસરા (૩૫) નામના યુવાનને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી અને મારામારીનો બનાવ માળિયા તાલુકાની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા તજવીજ હાથ ધરી છે






Latest News