ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર નજીક પોતાના જ ખેતરના શેઢે વૃદ્ધે અજુગતું પગલું ભરી લીધું


SHARE







મોરબીના પંચાસર નજીક પોતાના જ ખેતરના શેઢે વૃદ્ધે અજુગતું પગલું ભરી લીધું

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વૃદ્ધએ પોતાના ખેતરના શેઢે આવેલ લીમડાના ઝાડ સાથે પોતાનું ફાળિયું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે ચોરાની નજીક રહેતા બાવજીભાઈ મનજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૭૫) નામના વૃદ્ધે પોતે માનસિક ટેન્શનના કારણે પોતાની જાતે પોતાના ખેતરના શેઢે આવેલા લીમડાના ઝાડ સાથે પોતાનું ફાળિયું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરા દિનેશભાઈ બાવજીભાઈ પરમાર (૫૦) રહે. પંચાસર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે રહેતા સુનિલ ખીમજીભાઈ ગોહિલ (૩૫) નામનો યુવાન લીવોન સીરામીક પાછળથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઇ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવા માટે તજવીજ કરેલ છે






Latest News