મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના સફળ યુવા ઉદ્યોગપતિ હેમલ શાહને મળ્યો બિઝનેસ અર્જુન એવોર્ડ


SHARE







મોરબીના સફળ યુવા ઉદ્યોગપતિ હેમલ શાહને મળ્યો બિઝનેસ અર્જુન એવોર્ડ

ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને સન્માનિત કરવા ક્રિએટિવ માઈન્ડ સ્ટુડિયો દ્વારા બિઝનેસ અર્જુન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના યુવા અગ્રણી ઉદ્યોગપતિ અને ઇન્ડિયા ટાઇલ્સ વાળા હેમલ શાહ સહિત ચાર વ્યક્તિઓને બિઝનેસ અર્જુન એવોર્ડ આપવામાં આવેલ છે

ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયો દ્વારા ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને સન્માનીત કરવા ડો. જીતેન્દ્ર અઢીયા અને ડો. અમિત મારૂના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ડો. જીતેન્દ્ર અઢીયા અને જાણીતા હાસ્ય કલાકાર સાઈરામ દવેના હસ્તે બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, ઈન્ડિયા ટાઇલ્સના યુવા ઉદ્યોગપતિ હેમલ શાહ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રસ્ટી ડો. પ્રદીપભાઇ કણસાગરા અને ટી-પોસ્ટના દર્શન દાસાણીને બિઝનેસ અર્જુન એવોર્ડએનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ, મુંબઈ, અમદાવાદ, મોરબી, જામનગર, ગોંડલ, ગાંધીધામ, ભુજ, સુરેન્દ્રનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર જેવા ૧૪ શહેરોથી ડોક્ટર્સ, મેન્યુફેક્ચરર્સ, એફએમસીજી, એગ્રો, ઓટોમોબાઇલ્સ, માઇનિંગ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, લોજિસ્ટિક્સ, પ્લાસ્ટિક, બ્રાસ, ઇનફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, કેમિકલ, ફેશહ, સર્વિસ સેક્ટર જેવી ૧૫ કેટેગરીના એંટરપ્રેન્યોર્સ હજાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનીત થયેલ તમામ મહાનુભાવોની સક્સેસ સ્ટોરીઝ તેમના જ મુખે સાંભળવા મળી હતી અને આવેલા ૪૦૦ થી વધુ એંટરપ્રેન્યોર્સ સાથે ક્યૂ એન્ડ એ (પ્રશ્નોત્તરી)નો સેશન પણ યોજાયો હતો.






Latest News