મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા નજીક વાડીએ અજાણી દવા પી લેતા બે વર્ષનો બાળક સારવારમાં


SHARE







મોરબીના ગોર ખીજડીયા નજીક વાડીએ અજાણી દવા પી લેતા બે વર્ષનો બાળક સારવારમાં

મોરબીના ગોર ખીજડીયા ગામથી વનાળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા યુવાનના બે વર્ષના દીકરાએ કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામથી વનાળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ નાયરના બે વર્ષના દીકરા રાહુલે વાડીએ હતો ત્યારે રમતા રમતા કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની આગળ વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રામપાર્કમાં રહેતો રવિ વ્રજલાલ (૩૨) નામનો યુવાન લાલપર પાસે આવેલ બાપાસીતારામની મઢુલી પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો અને રવિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. વસીયાણી દ્વારા કરવામાં આવેલ છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા ચંદ્રિકાબેન કાંતિલાલ દેત્રોજા (૪૯) નામના મહિલા ઘરેથી બાઈકમાં બેસીને વાડીએ જઈ રહ્યા હતા ત્યારે શેરીમાં કાદવ ખીચડ હોવાના કારણે બાઇકમાંથી ચંદ્રિકાબેન નીચે પડી જતાં તેને ઇજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધૂ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રૂકશાનાબેન રફિકભાઈ પઠાણ (૪૦) નામની મહિલા બાઇકમાં બેસીને ગામ પાસે આવેલ સોનમ કારખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી






Latest News