મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સુભાષ રોડે ધોળા દિવસે દુકાન સામેથી બાઈકની ચોરી


SHARE







મોરબીમાં સુભાષ રોડે ધોળા દિવસે દુકાન સામેથી બાઈકની ચોરી

મોરબીમાં આવેલ સુભાષ રોડ ઉપર દુકાનની બહારના ભાગમાં પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ સતાધાર પાર્ક-૧ માં રહેતા પ્રાણજીવનભાઈ નરભેરામભાઈ સાણજા જાતે પટેલ (૬૨) નામના વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીના સુભાષ રોડ ઉપર આવેલ રિયલ ઇલેક્ટ્રીક નામની દુકાન સામે તેમણે બપોરે બારથી સવા બાર સુધી બાઇકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈક નંબર જીજે ૩૬ એબી ૦૫૧૪ ને કોઈ ચોરી ગયેલ છે જેથી ૩૦ હજાર રૂપિયાની કિંમતમાં બાઈકની ચોરી કરવામાં આવી હોવાની ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માર માર્યો

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ચામુડાનગરમાં રહેતા બાલુબેન અમૃતભાઈ સાગઠીયા (૫૦) નામના આધેડ મહિલાને ઘરે ઢીકાપાટુનો માર મારવામાં આવતા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા કિશન હિંમતભાઈ ગડેશીયા (૧૫) નામના તરુણને ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા તરુણને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News