કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક સરકારી ખરબાને ખેડતા પિતા-પુત્ર ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ


SHARE









મોરબી નજીક સરકારી ખરબાને ખેડતા પિતા-પુત્ર ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં ઇરીગેશનની ખરાબાની જમીન આવેલ છે જેને ૩૦ વર્ષથી વૃદ્ધ ખેડતા આવે છે અને તે જમીનની બાજુમાં જેની જમીન આવેલ છે તેને ૧૫ દિવસ પહેલા જમીન ખેડવાની વૃદ્ધને ના પાડી હતી તેમ છતાં વૃદ્ધ તેના દીકરા સાથે જમીન ખેડવા માટે જતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેના ઉપર લોખંડના ધારિયા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પિતા-પુત્રને માર મારવામાં આવ્યો હતો જેથી વૃદ્ધે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધરે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુળનગર રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા નવઘણભાઈ કુકાભાઈ સુરેલા જાતે કોળી (૫૮)એ થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૈયાભાઈ રણછોડભાઈ કોળી, સુખાભાઈ રણછોડભાઈ કોળી, મંગાભાઈ રણછોડભાઈ કોળી અને કલ્પેશભાઈ રણછોડભાઈ કોળી રહે. બધા અદેપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મકનસર ગામની સીમમાં માટેલિયા પટ નામથી ઓળખાતી ઈરીગેશન વિભાગની સરકારી ખરાબાની જમીન છેલ્લા ૩૦ વર્ષથી તેઓ ખેડતા હોય છે અને તે જમીનની બાજુમાં આરોપીઓની જમીન આવેલ છે જેથી ૧૫ દિવસ પહેલા આરોપીઓએ આ જમીન ખેડવાની ના પાડેલ હતી પરંતુ ફરિયાદી છેલ્લા ૩૦ વર્ષથી ત્યાં વાવતા હોય તે તેના દીકરા નરેશ સાથે ત્યાં ખેડવા માટે ગયા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા મૈયાભાઈ કોળીએ લોખંડના ધારિયા વડે તેઓ ઉપર હુમલો કરી ડાબા પગના નળાના ભાગે ઇજા કરી હતી તેમજ મંગાભાઈએ લોખંડના પાઇપ વડે બંને પગમાં સાથળના ભાગે માર મારીને ઇજા કરેલ છે અને સુખાભાઈ તથા કલ્પેશભાઈએ ફરિયાદીના દીકરા નરેશને બંને પગમાં લાકડી અને પાઇપ વડે માર મારીને શરીરે ઇજાઓ કરી હતી અને ગાળો આપી હતી જેથી ઇજા પામેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં પોલીસે સંજય ઉર્ફે મયુર રણછોડભાઈ કગથરા (૩૯), સુખદેવ ઉર્ફે સુખો રણછોડભાઈ કગથરા (૩૦), અજય ઉર્ફે મયો રણછોડભાઈ કગથરા (૨૭) અને અલ્પેશ ઉર્ફે બુઢો રણછોડભાઈ કગથરા (૨૭) રહે. બધા અદેપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના ગાળા ગામ પાસે આવેલ ફ્યુઅર કંપનીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતા રાહુલ સી. પટેલ (૨૬) નામના યુવાનને યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે




Latest News