ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોર્ટમાં ચાલી ગયેલ લાંચિયા અધિકારી-પદાધિકારીના પતિની જામીન અરજી કોર્ટે ફગાવી


SHARE







મોરબી જિલ્લા કોર્ટમાં ચાલી ગયેલ લાંચિયા અધિકારી-પદાધિકારીના પતિની જામીન અરજી કોર્ટે ફગાવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેરે રોડના કામના બિલ મંજુર કરવા લાંચ માંગી હતી અને માળીયા (મી)ના તરઘરી ગામના મહિલા સરપંચના પતિએ બાવળ કાપવાની મંજૂર માટે લાંચ માંગી હતી જે બંને જુદાજુદા સમયે એસીબીના છટકામાં પકડાઈ ગયા હતા અને જામીન ઉપર છૂટવા માટે અરજી કરી હતી જેમાં જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઇ બન્ને આરોપીઓની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધેલ છે

હળવદ માર્ગ અને મકાન વિભાગ કચેરીના મદદનીશ અધિક ઈજનેર ઉમંગ પ્રવીણભાઈ ચૌધરીએ રોડના કામમાં બિલ મંજુર કરવા અઢી લાખની લાંચ માંગી હતી તે કેસમાં એસીબીએ તેની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરેલ છે તેવી રીતે માળીયા (મી)ના તરઘરી ગામના મહિલા સરપંચના પતિ મુકેશભાઈ હમીરબાઈ પરમારે બાવળ કાપવાની મંજૂરી માટે લાંચ માંગી હતી જે ગુનામાં એસીબીએ તેની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરેલ છે આ બન્ને આરોપીઓએ જામીન ઉપર છૂટવા જામીન અરજી કરી હતી જેની સામે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ ધારદાર દલીલો કરી હતી જેને ધ્યાને રાખીને કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધેલ છે






Latest News