મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે ઝેરી દવા પી ગયેલ વૃધ્ધાનું સારવારમાં મોત


SHARE







મોરબીના પંચાસર ગામે ઝેરી દવા પી ગયેલ વૃધ્ધાનું સારવારમાં મોત

મોરબી નજીકના પંચાસર ગામે રહેતા વૃદ્ધા કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવનું નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા ગીતાબા લગધીરસિંહ ઝાલ (૬૫) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું આ બનાવ અંગેની હોસ્પિટલ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.બી. પરમાર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની ચિત્રાસર સીમ વિસ્તારમાં વાડા પાસે વોકડાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે બાવળની જાળીમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો ઝડપાયો હોવાથી પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને આરોપી ગોવિંદભાઈ રામજીભાઈ બજાણીયા (૩૪) રહે વિનોબા ગ્રાઉન્ડ પાસે હળવદ વાળા ની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બીયરનું ટીન

મોરબી તાલુકાના લાલપર ગામ ની સીમમાં એવન પ્રાઇઝ કારખાના સામે રોડ ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવતા પોલીસે ૧૦૦ રૂપિયા ની કિંમત નું બિયર કબજે કરીને આરોપી અનવરભાઈ હબીબભાઈ ઝાલા ૨૮ રહે એ-વન પ્રાઇઝ કારખાનાના ક્વાર્ટરમાં લાલપર મૂળ રહે સુરેન્દ્રનગર જિલ્લા વાળાની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News