ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત


SHARE











વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત

વાંકાનેરમાં પુલ ઉપરથી બે યુવાન બાઈક લઈને વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જે પૈકીનાં એક યુવાનનું પહેલા મોત નીપજયું હતું અને બીજાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતો આકાશ રણછોડભાઈ સારલા (૧૯) અને અજય હર્ષદભાઈ દલસાણીયા (૨૨) નામના બે યુવાનો બાઇક લઈને તા૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે થઈને પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આકાશ અને અજય બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ આવ્યા હતા જો કે, આકાશને માથામાં વધુ ઈજા હોવાથી તેનું સારવાર દરમિયાન પહેલા મોત નીપજ્યું હતું અને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનેથી મળી રહેલ માહિતી મુજબ અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા અજય હર્ષદભાઈ દલસાણીયા (૨૨) નામના યુવાનનું પણ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા બંને યુવાનના મોત નિપજતા પોલીસે મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા શામજીભાઈ વાલજીભાઈ ખાણીયા (૪૦) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ડો. સદાતીયાના દવાખાના પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં શામજીભાઈને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ગામથી આગળ ગાયત્રી સ્ટોન પાસે સભારાની વાડીએ રહેતા નરભેરામભાઈ મનસુખભાઈ પરમાર (૨૫) નામનો યુવાન સનાળા કંડલા બાયપાસ રોડ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્વામિનારાયણ મંદિર પાસે તે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News