મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી યુવતી ગુમ


SHARE







મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી યુવતી ગુમ

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વૈભવભાઈ પ્રફુલભાઈ દેત્રોજા જાતે પટેલએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન ભૂમિકાબેન પ્રફુલભાઈ દેત્રોજા જાતે પટેલ (૨૧) ગત તા.૨૬-૨ ના સવારે ૭:૩૦ થી બપોરે ૨ સુધીમાં કોઇપણ સમયે પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના ભાઈએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તેને હાલમાં તપાસ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.

દેશી દારૂ

મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં કૃષ્ણનગર ગામ તરફ જવાના રસ્તે તળાવના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો તથા તૈયાર ૧૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને કેશુભાઈ રાજાભાઈ સાલાણી જાતે કોળી (૩૮) રહે ગુંગણ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

દેશી દારૂ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીના ગેટ પાસેથી એક્ટિવા નંબર જીજે ૩૬ એએચ ૮૭૮૪ પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોકીને પોલીસ ચેક કરતા તે સ્કૂટર ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી ૫૦ લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે ૧૦૦૦ ની કિંમતનો દારૂ અને ૭૦,૦૦૦ ની કિંમતનું વાહન આમ કુલ મળીને ૭૧ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે સવજીભાઈ સોમાભાઈ સારલા જાતે કોળી (૨૦) રહે. પાનેલી ગામ હનુમાન મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેણે સવજીભાઈ અરજણભાઈ કોળી રહે. પાનેલી ગામ વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News