હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કારમાંથી ૨૧૫ બોટલ પકડાવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રવાપર ગામે કારમાંથી ૨૧૫ બોટલ પકડાવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રવાપર ગામે આવેલ શિવ શકિત સોસાયટીમાં બ્રેઝા કારમાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને જેથી પોલીસે દારૂ અને કાર મળીને ૪,૯૭,૮૦૫ નો મુદામાલ કબજે કરેલ હતો જે ગુનામાં પહેલા એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને હાલમાં વધુ બે આરોપીને પકડવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શિવ શકિત સોસાયટીમાં બ્રેઝા કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે એલસીબીની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા રેડ કરવામાં આવી હતી ત્યારે રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતા વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા જાતે આહીર (ઉમર ૩૪) ની બ્રેઝા કાર નંબર જીજે ૩૬ એલ ૩૧૨૦ માંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની સીલપેક કુલ ૨૧૫ બોટલો મળી આવી હતી જેથી કરીને ૯૨,૮૦૫ નો દારૂ, ચાર લાખની કિંમતની કાર અને રૂા.૫૦૦૦ ની.કિંમતનો એક  ફોન આમ કુલ મળીને રૂા.૪,૯૭,૮૦૫ નો મુદામાલ કબ્જે કરીને બુટલેગર વિપુલભાઈ નરસંગભાઈ બાલાસરાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ માલ તેણે દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર રહે. હાલ મોરબી વાવડી રોડ, કબીર આશ્રમ પાસે મુળ રહે.રાજકોટ વાળાએ આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં પીએસઆઈ એસ.એન સગારકા અને તેની ટીમે આરોપી દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર જાતે કોળી (૩૩) રહે. હાલ વાવડી રોડ, ૐ શાંતિ પાર્ક કબીર આશ્રમ પાસે મોરબી અને સુખરામ ઉર્ફે હનુમાન બાબુલાલ સઉ જાતે બિસ્નોઈ (૩૫) રહે. હેમાગુંડા ચીતલાવાના સાચોર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં રાજસ્થાનથી માલ ભરી આપનારને પકડવાં માટે તજવીજ ચાલી રહી છે.
અકસ્માતમાં ઇજા
ટંકારા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં મહેશ ભગવનજી સુરજી (૩૨) રહે. ખજુરી ગામ વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતના બનાવમાં રાજબહાદુર પુરણભાઈ શર્મા (૪૭) રહે. કુબેર ટોકીઝ પાસે મોરબી અને અમન બિરેનકુમાર (૧૮) રહે. ટિંબડી પાટીયા પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે.




Latest News