મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી: ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી ની તફાવતની રકમ એનઆઇસી દ્વારા પરિવહન પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે


SHARE











મોરબી: ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી ની તફાવતની રકમ એનઆઇસી દ્વારા પરિવહન પોર્ટલ પર ઓનલાઈન ભરી શકાશે

રાજ્યમાં છેલ્લા અઢી વર્ષમાં ખરીદી કરવામાં આવેલ વાહનો બ્લેક લિસ્ટ કર્યાના સમાચાર કેટલાક વર્તમાન પત્રો દ્વારા છાપવામાં આવી રહેલા છે. આ બાબતે હકીકત એવી છે કે, વર્ષ એપ્રિલ-૨૦૨૧માં સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-૧૯૮૯ માં થયેલ ટેમ્પરરી રજીસ્ટ્રેશનની ફી નો સુધારો એનઇસી દ્વારા પરિવહન પોર્ટલમાં અમલીકરણ કરવામાં આવેલ ન હતું. હકીકતે પરિવહન પોર્ટલમાં વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવેલ નથી.

રાજ્યમાં તા. ૧-૪-૨૦૨૧ થી ૨૪-૫-૨૦૨૩ સુધી નોંધાયેલ વાહનોને સેવા મેળવતા પૂર્વે લોક લગાવવામાં આવેલ છે. વાહન માલિક તફાવતની રકમ ભરપાઈ કરી શકે તે હેતુથી એનઆઇસી દ્વારા પરિવહન પોર્ટલમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ વાહનોમાં જ્યારે વાહન માલિક તેઓના વાહન સંબંધિત કોઈ પણ સેવા મેળવવા માંગતા હોય તે સમયે પોર્ટલ પર તેઓને તફાવતની રકમ ભરપાઈ કરવા હેતુ મેસેજ ડિસ્પ્લે કરવામાં આવે છે. જેમાં આ રકમ ઓનલાઈન કઈ રીતે ભરપાઈ થઈ શકે તેનો સંપૂર્ણ ફલો પણ સામેલ છે તથા તફાવતની ભરતી કરવા પાત્ર રકમ પણ આપમેળે પોર્ટલમાં ડિસ્પ્લે થઈ જાય છે અને વાહન માલિક પરિવહન પોર્ટલ પર VAHAN services>>tax/fee services>> Audit Recovery Fee ઉપર જઈ તફાવતની ફી ઓનલાઈન ભરી શકે છે અને ભરપાઈ થાય તે તુરંત પોર્ટલ દ્વારા આપમેળે વાહન પર મૂકવામાં આવેલ લોક હટાવી લેવામાં આવે છે. આ માટે અરજદારે આરટીઓ કચેરીની મુલાકાત લેવાની પણ જરૂર રહેતી નથી તેવું મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News