ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત

મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ડૂબી જવાના કારણે પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીમાં નજરબાગ ફાટક પાસે રહેતા પીન્ટુભાઇ ભીખુભાઈ ચુવાળીયા જાતે દેવીપુજક (૨૭) ની પાંચ વર્ષની દીકરી આરતીબેન પીન્ટુભાઇ ચુવાળીયા મોરબીમાં મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં બી ડિવિઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

આરોપી ઝડપાયા

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં લક્ષ્મી સોસાયટીમાં રહેતા પરબતભાઇ વીશાભાઇ ડાભી જાતે ભરવાડ (ઉ૪૨) નામના યુવાને કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડા જાતે ભરવાડ (ઉ.૨૦) તથા સંજયભાઇ ભુપતભાઇ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી કે, રવિ વશરામભાઇએ કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડાને મોટર સાઇકલ ફુલ સ્પીડમા શેરીમા નહી ચલાવવા તેવું કહ્યું હતું જેથી કરીને તેને ફરિયાદીના ભત્રીજા અમીતભાઇની ટ્રાંસપોર્ટની ઓફીસે બુલેટ લઈને આવીને કુર્નેશે ધોકાથી ઓફીસમા તોડફોડ કરી હતી અને ધોકા વડે જમણા પગના પંજામા મુંઢ માર માર્યો હતો આરોપી સંજયે ફરીયાદીને પકડી ઓફિસની દિવાલમા માંથુ ભટકાડીને બંન્નેએ ગાળો આપી હતી અને ઓફિસમા દરવાજાના કાચ તોડી નાખ્યો હતો આ ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરેલ છે 






Latest News