હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

ઇન્સ્ટગ્રામની લ્હાઈ: માળીયા (મી)ના કાજરડા ગામના યુવાને હથિયાર સાથેનો ફોટો-વિડીયો અપલોડ કરતાં બે શખ્સોની ધરપકડ


SHARE











ઇન્સ્ટગ્રામની લ્હાઈ: માળીયા (મી)ના કાજરડા ગામના યુવાને હથિયાર સાથેનો ફોટો-વિડીયો અપલોડ કરતાં બે શખ્સોની ધરપકડ

ઇન્સ્ટગ્રામ માં ફોટો અને વિડીયો અપલોડ કરવાની લ્હાઈમાં ઘણી વખત ગુનાહિત કૃત્યો થઈ જતા હોય છે તેવી જ રીતે માળીયા મીયાણાના કાજરડા ગામે રહેતા યુવાન પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ તેને બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને ઇન્સ્ટગ્રામમાં ફોટો અને વિડિયો અપલોડ કર્યા હતા જેથી એસઓજીની ટીમના ધ્યાન ઉપર તે આવ્યું હતું અને ફોટો અપલોડ કરનાર તથા ફોટો પાડવા માટે હથિયાર આપનાર આમ બંને શખ્સની ધરપકડ કરી હતી અને બંનેને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સોશિયલ મીડિયાના વધતા જતા ક્રેઝની વચ્ચે અવારનવાર સોશિયલ મીડિયામાં વ્યુ વધારવા માટે અને લોકોને આકર્ષવા માટે થઈને ફોટો અને વિડીયો જે મૂકવામાં આવતા હોય છે તેમાં કેટલીક વખત કાયદાનો ભંગ થતો હોય અથવા ગુનેગાર બનવું પડે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે થોડા સમય પહેલા જ મોરબીમાં રિવોલ્વર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર તથા ફોટો આપવા માટે હથિયાર આપનાર આમ બંને શખ્સની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી કરી હતી તેવામાં માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૩)એ પોતાની પાસે હથિયાર પરવારો કે લાયસન્સ ન હોવા છતાં પણ સમાજમાં ભય ઊભો કરવા માટે પોતાનો શોખ પૂરો કરવા માટે બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના ઇન્સ્ટગ્રામ માં વિડીયો અને ફોટો પોસ્ટ કર્યા હતા અને આ ફોટો અને વિડીયો બનાવવા માટે થઈને અનવરભાઈ હાજીભાઈ કટિયા જાતે મિયાણા (૪૬) રહે. વીસીપરા બાગેમહેમુદ ફ્લેટ ત્રીજા માળે માળિયા વાળાએ પોતાનું લાયસન્સ વાળું હથિયાર આપ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા ઇન્સ્ટગ્રામ માં હથિયાર સાથેનો ફોટો મુકનાર તથા ફોટો પાડવા માટે હથિયાર આપનાર આમ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તે બંનેની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો નોંધી પોલીસ આગળી કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી. મારુણીયા ચલાવી રહ્યા છે






Latest News