મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે B નેગેટીવ બ્લડની જરૂરિયાત પૂર્ણ કરી


SHARE







મોરબીમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે B નેગેટીવ બ્લડની જરૂરિયાત પૂર્ણ કરી

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના વતની એવા હુસેનભાઇ મહમદભાઈ મશયક હોસ્પિટલ ખાતે સારવારમાં આવેલ અને સારવાર દરમિયાન બી નેગેટિવ બ્લડની જરૂરિયાત ઉભી થઈ હતી જેથી કરીને મોરબીની લાઈફ કેર બ્લડબેંક દ્વારા યુવાશક્તિ ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતીઓ યુવાશક્તિ ફાઉન્ડેશનના સભ્ય નિખિલ અશોકભાઈ લોરિયા અને વિરેન અશોકભાઈ લોરિયા દ્વારા રાત્રીના ૧૧ વાગે લાઈફ કેર બ્લડ બેંકમાં પહોંચીને બી નેગેટિવ બ્લડ ડોનેટ કરી દર્દીની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી હતી. આવા ઇમરજન્સી જરૂરિયાતના સમયે મદદરૂપ થવા બદલ દર્દીના પરિવાર દ્વારા નિખિલ ભાઈ, વિરેનભાઈ અને યુવાશક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, બ્લડ ગ્રુપ એ, બી, એબી, ઓ પોઝિટિવ અથવા નેગેટીવ ગ્રૂપનો સમાવેશ કરવામાં આવે છે જેમાં નેગેટીવ બ્લડ ગ્રુપ ભાગ્યે જ કોઈકને હોઈ છે ત્યારે દુર્લભ બ્લડની જરૂરિયાત ઊભી થઈ જતાં ક્યારેક દર્દીનું જીવ જોખમમાં મુકાઈ જતું હોય છે ત્યારે યુવાશક્તિ ફાઉન્ડેશનના સભ્ય મોરબી અને રાજકોટમાં દિવસ હોઈ કે રાત કોઈ પણ બ્લડની ઇમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચૂક્યું છે. યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા સેવાકાર્યમાં જોડાવા માટે કે કોઈને બ્લડની ઇમરજન્સી જરૂરિયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૭૯૩ ઉપર સંપર્ક કરી શકો છો






Latest News