મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી: ભારતના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ૫,૬૯૬ જગ્યાઓ ભરાશે


SHARE







મોરબી: ભારતના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ૫,૬૯૬ જગ્યાઓ ભરાશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની જગ્યા પર કુલ - ૫૬૯૬ જગ્યા ભરવામા આવનાર છે, જેના માટે તા. ૧૯-૦૨-૨૦૨૪ સુધી ઓનલાઈન www.rrbahemdabad.in વેબસાઈટ પર અરજી કરી શકાશે.

આ અરજી કરવા માટે ઉમેદવારની જરૂરી લાયકાત ૧૦ પાસ + આઈ.ટી.આઈ (૧. આર્મેચર & કોઈલ વાઇન્ડર, ૨. ઇલેક્ટ્રીશિયન, ૩. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ૪. ફિટર, ૫. હિટ એન્જીન, ૬. ઇંસ્ટ્રુમેન્ટ મિકેનિક, ૭. મિકેનિષ્ટ, ૮. મિકેનિક(ડીઝલ), ૯. મિકેનિક(મોટર વ્હિકલ), ૧૦. મિકેનિક(રેડીઓ & ટી.વી), ૧૧. મિલવ્રાઇટ મેન્ટેનન્સ મિકેનીક, ૧૨. રેફ્રીજરેટર & એર ક્ન્ડીશનર મિકેનિક, ૧૩. ટ્રેકટર મિકેનિક, ૧૪. ટર્નર ૧૫. વાયરમેન) અથવા ડિપ્લોમા & ડિગ્રી (૧. ઓટોમોબાઇલ એન્જી., ૨. ઇલેક્ટ્રીકલ એન્જી., ૩. ઇલેક્ટ્રોનિક્સ એન્જી.,  ૪. મિકેનિકલ એન્જી.) ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ અરજી માટે એસ.સી./એસ.ટી./ઓબીસી/ઈડબલ્યુએસના ઉમેદવારોએ રૂ.૨૫૦/- તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- ફી ભરવાની રહેશે. ઉમેદવારોને આ ભરતી બાબતના ફોર્મ માટે જિલ્લા રોજગાર કચેરી, મોરબી તેમજ મોરબી જિલ્લાની દરેક આઈ.ટી.આઈ. અને ટેકનિકલ કોલેજ દ્વારા વિનામૂલ્યે મદદ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીના ફોર્મ ભરેલ હોય તેઓએ પોતાની અરજીની પ્રિન્ટ જિલ્લા રોજગાર કચેરી, મોરબી ખાતે જમા કરાવવી જેથી સંભવિત શરૂ થનાર નિ:શૂલ્ક તાલીમ વર્ગમાં ઉમેદવારોને તાલીમનો લાભ મળી શકે. વધુ માહિતી માટે સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, મોરબી અથવા નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક સાધવા મોરબી રોજગાર અધિકારી મનિષા સાવનિયાની યાદીમાં જણાવાયું છે.






Latest News