મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળ્યા બાદ પરણીતા ગુમ, તપાસ શરૂ


SHARE







મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળ્યા બાદ પરણીતા ગુમ, તપાસ શરૂ

મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતી પરિણિતા ઘરેથી બ્યુટી પાર્લરમાં જાવ છું તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હોય હાલ તે અંગે બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ દાખલ કરીને ગુમ થયેલ પરિણિતાની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં દિલીપભાઈ પ્રેમજીભાઈ સુરેલા કોળી (ઉમર ૨૬) રહે.મોરબી-૨ સામાકાંઠે ઘુંટુ રોડ ત્રાજપર ખારી સ્વાગત ચેમ્બર પાસે વાળાએ પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે, ગત તા.૨૫-૧ ના સાંજે સાતેક વાગ્યાના અરસામાં તેઓના પત્ની પૂજાબેન દિલીપભાઈ સુરેલા કોળી (ઉમર ૨૬) ઘરેથી "બ્યુટી પાર્લરમાં જવું છું" તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં ઘરે પરત આવેલ નથી.ઘરમેળે શોધખોળ તપાસ કરવા છતાં તેણીનો કોઈ પતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં કરાયેલી જાણના પગલે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર અને લાલભા ચૌહાણ ચલાવી રહ્યા છે.

ગાયે હડફેટે લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ભીમજીભાઈ ભોજવીયા કોળી નામના ૪૦ વર્ષના યુવાનને અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તા.૩-૨ ના સવારે નવેક વાગ્યાના અરસામાં દિનેશભાઈ ભોજવીયા મજૂરી કામે જવા માટે સાયકલ લઈને નીકળ્યા હતા ત્યારે મહેન્દ્રનગર ગામે આવેલા હનુમંત એપાર્ટમેન્ટની પાસેની શેરીમાં અચાનક ગાય આડી ઉતરી હતી અને ગાયે સાયકલને ઢીક મારતા સર્જાયેલ અકસ્માતમાં તેઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પી લેતા પરિણિતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર પાસે રહેતા સાઈનાબેન સાહિલભાઈ ઇબ્રાહીમભાઇ શેખ નામની ૧૮ વર્ષીય યુવતી તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી.બાદમાં પોલીસે તપાસ કરતા સામે આવ્યુ હતુ કે પતિનો મોબાઇલ હાથમાંથી નીચે પડી જતા પતિ દ્વારા ઠપકો દેવામાં આવ્યો હતો જે બાબતનું મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હતું.તેમ બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News