મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જયેશગીરી ગોસ્વામીની આટકોટમાંથી ૨૭ લાખનું બાયોડિઝલ પકડાયાના ગુનામાં ધરપકડ


SHARE











મોરબીના જયેશગીરી ગોસ્વામીની આટકોટમાંથી ૨૭ લાખનું બાયોડિઝલ પકડાયાના ગુનામાં ધરપકડ

રાજકોટ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીએસ પીઆઈ જાડેજા, પીએસઆઈ ઝાલા અને ટીમે આરોપીઓને ઝડપી લઈ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો

રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના કરોબાર ઉપર રોક લગાવવા રેન્જ આઈજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દરોડા પાડી રહી છે, ત્યારે પાંચેક દિવસ પહેલા જસદણના આટકોટ પાસે ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગ્રામ્ય એસ.ઓ.જી.એ દરોડો પાડી ભેળ સેળવાળુ નકલી મનાતું બાયોડીઝલ પકડીને ૨૭ લાખનું ૪૧ હજાર લીટર બાયોડીઝલ કબ્જે કરી આટકોટના એક શખ્સની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં મોરબીના એક શખ્સનું નામ ખુલતા રૂરલ એસઓજીએ મોરબીથી બાયો ડીઝલના મુખ્ય સપ્લાયરને દબોચી લીધો છે.

વિસ્તૃત વિગત મુજબ જસદણના આટકોટ નજીક હાઈ-વે ઉપર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમીના આઘારે ગ્રામ્ય એસ.ઓ.જી.ના પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ જે.જી.ઝાલા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. હાઈ-વે ઉપર ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર લોખંડના મોટા સ્ટોરેજ ટાંકા બનાવી ભેળ સેળવાળુ જ્વલનશીલ ફ્યુઅલ વેંચાતુ હોવાની બાતમીના આધારે એસ.ઓ.જીએ પડેલા દરોડામાં ગાયત્રી નગર આટકોટમાં રહેતા મનીષ અંનતરાય ઠાકર (ઉ.વ.૪૬) ને ઝડપી લઈ રૂા.૨૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

લોખંડના ટાંકામાંથી પોલીસે ૪૧,૨૦૦ લીટર જવલનશીલ પેટ્રોલિયમ જેની કિંમત રૂા.૨૪.૭૨ લાખ ગણવામાં આવી છે. તેમજ લોખંડના ટાંકા, ફયુઅલ પંપ, હાઈડ્રોમીટર, બેરલ અને મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ આ બાયોડીઝલનો જથ્થો બુટ ભવાની એન્ટરપ્રાઈઝ વાળા ભાણાભાઈ વ્યાસે આપ્યાનું બહાર આવતા તેની ધરપકડ માટે કાર્યવાહી થઈ હતી. ત્યારે જ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સપ્લાયર મોરબીનો શખ્સ જયેશગીરી બાબુગીરી ગોસ્વામી(ઉ.વ.૩૫૦ રહે.પાવન પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાછળ, મોરબી-૨ હોવાનું ખુલતા તેને મોરબીથી રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

આ કામગીરી દરમિયાન રાજકોટ એસપી બલરામ મીણાની સુચનાથી, ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસ.ઓ.જીના પી.આઈ એસ.એમ.જાડેજા, પી.એસ.આઈ જી.જે.ઝાલા સાથે સ્ટાફના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિહ જાડેજા, વિજયભાઇ ચાવડા, જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા ,હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી,  દિલીપસિંહ જાડેજા, રણુભા પરમાર સહીતના સ્ટાઉે કરી હતી.






Latest News