મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ચકચારી પેટ્રોલ ડીઝલની ચોરી કેસમાં પકડાયેલા નવ પૈકીના પોલીસકર્મી સહિત ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર: ૬ આરોપીના શરતી જામીન મંજુર


SHARE







મોરબીના વીરપરડા પાસે ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીના ગુનામાં પકડાયેલા નવ પૈકીના પોલીસકર્મી સહિત ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના વીરપરડા ગામ પાસે રવિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુનામાં પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે પોલીસ કર્મચારી સહિત ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જયારે ૬ આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે

માળીયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ વીરપરડા ગામ પાસે હોટલ નજીક પેટ્રોલ અને ડીઝલની ટેન્કરમાંથી ચોરી થતી હોવા અંગેની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે રવિવારે બપોરે 12:00 થી 12:30 વાગ્યાના અરસામાં ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ. સી.એન. પરમાર અને તેની ટીમ દ્વારા રેડ કરવામાંહતી ત્યારે સ્થળ ઉપર થી ટેન્કરોમાંથી કાઢવામાં આવેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો અને કુલ મળીને પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ શખ્સોને સ્થળ ઉપરથી દબોચી લેવામાં આવ્યા હતા. જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યું છે કે સ્થળ ઉપરથી જુદા જુદા ટેન્કરોમાંથી ચોરી કરીને મેળવેલ ડીઝલનો જથ્થો15,200 લીટર જેની કિંમત 13,98,400 તેમજ ચોરી કરીનો મેળવેલ 5200 લીટર પોટ્રોલ જેની કિંમત 4,99,200, એક ટેન્કર 10,00,000, એક મારુતિ સ્વિફ્ટ કારસ 4,00,000, એક મહિન્દ્રા થાર જીપ 10,00,000, રોકડ રૂપિયા 3,05,935 તેમજ મોબાઈલ ફોન-10 જેની કિંમત 95,000 અને અન્ય મુદામાલ મળીને 47,05,085 નો મુદામાલ કબજે કરેલ છે આ ગુનામાં પકડાયેલા નવ આરોપીઓને મોરબીના લાલબાગમાં આવેલ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે તપાસનીસ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે નવ પૈકીના પોલીસ કર્મચારી સહિત ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમા શક્તિસિંહ મધુભા જાડેજા, રાજેશ ઉર્ફ રાજુ દેવાભાઈ ખુંગલા અને પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રાનો સમાવેશ થાય છે જ્યારે ૬ આરોપીના પ્રત્યેકના ૨૦ હજારના શરતી જામીન મંજુર થયેલ છે આ કેસમાં આરોપી નેતારામ, ગોવિંદભાઇ, સંતોક, પ્રકાશ અને હિરાલાલના વકીલ તરીકે ગોપાલભાઇ ઓઝા અને મેનાજબેન પરમાર રોકાયેલ હતા જ્યારે મારવાણીયા રાજુભાઇ તરફે ધર્મેન્દ્રભાઇ પટેલ અને અમિતભાઇ ડાભી રોકાયેલ હતા






Latest News