મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર ચોકડીએ એક્ટિવા ચાલક આધેડને કચડી નાખનારા ટ્રક ચાલકની ધરપકડ


SHARE







મોરબીની રફાળેશ્વર ચોકડીએ એક્ટિવા ચાલક આધેડને કચડી નાખનારા ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલોની પાછળના ભાગમાં રહેતા આધેડ પોતાનું એકટીવા લઈને મોરબીની રફાળેશ્વર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના એકટીવાને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં આધેડના માથા ઉપરથી ટ્રકના વ્હીલનો જોટો ફરી ગયો હતો જેથી માથું ચગદાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ટ્રક ચાલક તેનો ટ્રક રેઢો મૂકીને નાસી ગયો હતો જેથી કરીને મૃતક આધેડના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બગથળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં કેનાલ રોડ ઉપર રામકો બંગલોની પાછળના ભાગમાં અમૂલ્યમ એપાર્ટમેન્ટ બ્લોક નં-૫૦૧ ખાતે રહેતા રાજેશભાઈ છગનભાઈ મેરજા જાતે પટેલ (૫૦) નામના આધેડ પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એ ૦૮૧૦ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે રફાળેશ્વર ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૧૨ એટી ૮૧૮૧ ના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના આ બનાવમાં રાજેશભાઈ મેરજાના માથા ઉપરથી ટ્રકના ટાયરનો જોટો ફરી જવાના કારણે તેનું માથું ચગડાઈ ગયું હતું જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાશી ગયો હતો અને અકસ્માતના આ બનાવમાં મૃતક રાજેશભાઈ મેરજાના મોટાભાઈ ધીરજલાલ છગનભાઈ મેરજા જાતે પટેલ (૫૬) રહે. બગથળા તાલુકો મોરબી વાળાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તપાસનીસ અધિકારી પીએસઆઈ બી.એમ. બગડા અને તેની ટીમે આરોપી શિવજી પોપટભાઈ કાનાદ જાતે જોગી (૪૫) રહે. જોગી વાસ મોટા સલાયા મંગલેશ્વર તળાવ પાસે માંડવી ભુજ કચ્છ વાળાની ધરપકડ કરેલ છે






Latest News