મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ખેલ મહાકુંભ-૨૦૨૪: ટંકારા તાલુકામાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિધાર્થીઓનો દબદબો


SHARE







ખેલ મહાકુંભ-૨૦૨૪: ટંકારા તાલુકામાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિધાર્થીઓનો દબદબો

ટંકારા તાલુકાની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીના ખેલાડીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગામત કચારી દ્વારા આયોજિત રમત-ગમત મહાકુંભ 2.0 માં બેડમિન્ટન, ચેસ અને એથ્લેટિક્સમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને બેડમિન્ટન અંડર ૧૧ માં શાળાની સમૃદ્ધિ નિરંજનીએ જિલ્લામાં ત્રીજું સ્થાન મેળવી રાજ્ય કક્ષામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું તો ચેસમાં અંડર ૧૭ માં રમતી હીર પટેલ પ્રથમ ક્રમે અને અંડર ૧૪ માં રમતા ક્રિશા આઘારાએ સ્ટેટ ક્લાસમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ શાળાની રમતોની જેમ, દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં એથ્લેટિક્સમાં પણ સફળતા મેળવેલ છે જેમાં અંડર-૧૧ માં કવિતા ચૌધરી ૫૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે રહી હતી. તાજેતરમાં અંડર ૧૪ નેશનલ સ્કૂલ ગેમ્સમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર રાઘવ ૧૦૦ મીટરમાં પ્રથમ અને જિતેન્દ્ર ચૌધરી ૧૦૦ મીટરમાં બીજા ક્રમે, ભાનુ પ્રતાપ લાંબી કૂદમાં બીજા ક્રમે, જીતેન્દ્ર ચૌધરી શોટ પુટમાં પ્રથમ ક્રમે અને શાંતનુ સૈની ૬૦૦ મીટરમાં બીજા ક્રમે વિજેતા બનેલ છે શાળાકીય રમતોમાં મોરબી જિલ્લામાંથી રાજ્યકક્ષાએ પહોંચેલ બરછી ફેંકનાર મયંક એરી પ્રથમ ક્રમે અને કંડલાએ દ્વિતીય સ્થાન મેળવીને જિલ્લામાં પોતાનું સ્થાન મેળવ્યું છે જેથી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના રમતગમત વિભાગના વડા ડો.અલી ખાને તમામ ખેલાડીઓને આગામી રમત માટે શ્રેષ્ઠ તૈયારીઓ કરવા સલાહ આપી છે






Latest News