મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ ધૂન, રામપાઠ, મહાઆરતી, મહા પ્રસાદના કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબી શહેર-જીલ્લામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ ધૂન, રામપાઠ, મહાઆરતી, મહા પ્રસાદના કાર્યક્રમો યોજાયા

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર મોરબીમાં જુદાજુદા ગામ, વિસ્તાર અને રાજકીય પક્ષ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા જેમાં રામ ધૂન, રામપાઠ, મહાઆરતી અને મહા પ્રસાદ વિગેરેનો સમાવેશ થાય છે

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં રામધૂન અને રામપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં આમ આદમી પાર્ટીએ ઓમ શિવમ હોલ ખાતે આમ આદમી પાર્ટીના ભાવિનભાઈ પટેલ, ભરતભાઈ બારોટ, ઇકબાલભાઈ બ્લોચ સહિત જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. અને દેશના તમામ બાળકોને સારું શિક્ષણ મળે, તમામ લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા મળે, માતા બહેન દીકરીઓની સુરક્ષા થાય અને દેશ અને દેશના લોકો પ્રગતિ કરતા રહે, તે માટે તમામ હાજર લોકોએ પ્રાર્થના પણ કરી હતી

બગથળા ગામે ઉજવણી

મોરબી તાલુકાના બગથળા ગામે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા ટ્રેક્ટરની અંદર શંકર-પાર્વતી, રામ દરબાર તેમજ અન્ય ભગવાનના ગેટ અપમાં તૈયાર થઈને શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગોમાં ફરી હતી અને બાદમાં રામજી મંદિર ખાતે મહા આરતી અને મહાપ્રસાદનો ગામના લોકોએ લાભ લીધેલ હતો

આનંદનગર વિસ્તારમાં ઉજવણી

મોરબીના કંડલા બાયપાસ પાપાજી ફનવર્ડ પાછળ આવેલ આનંદનગર સોસાયટીમાં હનુમાન મંદિર વાળી શેરી ખાતે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.તેમજ નાના ભૂલકાઓ દ્વારા રામ-લક્ષમ્ણ-સીતા અને હનુમાનના પોશાકો ધારણ કરીને હર્ષોલાષ સાથે સમગ્ર સોસાયટી દ્વારા આ કાર્યક્રમને રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો.

ટંકારાના હડમતિયા ગામે ભવ્ય ઉજવણી

ટંકારા તાલુકાના હડમતિયા ગામે સમુહ ભોજન, રાસ ગરબા, સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.રામ મંદિરે ભગવાન શ્રી રામને થાળ ધરીને "જય શ્રી રામ" ના નારા સાથે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો તેમજ રાત્રે સંતવાણી, સંપુટ, રાસ ગરબા યોજાયેલ.સાંજના સમયે સમુહ ભોજનમાં ચારથી પાંચ હજાર માણસો જમશે તેમાં વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી ખેતમજૂરો પણ સામેલ રહ્યા હતા.

મોરબીના કૈલાસ એપાર્ટમેન્ટ

મોરબીમાં  કૈલાસ એપાર્ટમેન્ટમાં શ્રી રામ ભગવાનની અયોધ્યામાં થયેલ મૂર્તિ પ્રતિષ્ઠાની ધામ-ધૂમથી તેમજ જોરદાર આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી અને સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં શ્રી રામ ભગવાનની આરતી, હનુમાન ચાલીસા, રાષ્ટ્રગીત, બાળકો દ્વારા વિવિધ ડાન્સ અને ખાસ નંદ ઉત્સવ પણ કરવામાં આવ્યો જેમાં એપાર્ટમેન્ટના બધા લોકો ખૂબ જ ધામ ધૂમથી ઉજવણી કરી હતી અને મહાપ્રસાદનો સહુ કોઈએ લાભ લીધેલ હતો

જુના ઘાંટીલા

જુના ઘાંટીલા ગામ દ્વારા અયોઘ્યા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે બપોરે ૧૨:૧૫ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પછી અયોઘ્યામાં ગયેલા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સાંજે ગામ સમસ્ત માટે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું.

શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર વિસીપરા

મોરબીના વીસીપરામાં આવેલ કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમની પાસે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પણ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહા આરતી તથા શોભાયાત્રા અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં તે વિસ્તારના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.






Latest News