મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

તેજસ્વીની જિલ્લા પંચાયત: મોરબીમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ


SHARE











તેજસ્વીની જિલ્લા પંચાયત: મોરબીમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લા પંચાયત ખાતે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભા અન્વયે મહિલા કલ્યાણના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભા તો બધી જગ્યાએ યોજાતી હોય છે પરંતુ આ સામાન્ય સભામાં ખાસ હતી કારણ કે, આ સામાન્ય સભા તેજસ્વીની જિલ્લા પંચાયતકાર્યક્રમ અંતર્ગત યોજાઇ હતી. રાષ્ટ્રીય/રાજ્ય/જિલ્લા કક્ષાએ નામના મેળવેલી બાલિકાઓ દ્વારા આ સામાન્ય સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીકરીઓના હાથે જ કરવામાં આવ્યું હતું. તેજસ્વીની જિલ્લા પંચાયતઅન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓની ચેરમેન બનેલી દીકરીઓ રમત ગમત ક્ષેત્ર સંગીત ક્ષેત્રે, અભ્યાસ ક્ષેત્રે મોરબીની લીના ભરડીયા, સ્નેહા મારૂ, આર્યા પટેલ, સંસ્કૃતિ ગોહિલ અને નીલમ બાવળિયાએ રાષ્ટ્ર્ર્રીય/રાજ્ય/જિલ્લા કક્ષાએ નામના મેળવી છે. આ દીકરીઓ બધાની પ્રેરણા બને તે અનુસંધાને તેજસ્વીની જિલ્લા પંચાયતકાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દીકરીઓ પોતાના ક્ષેત્રમાં હજી ખૂબ ને ખૂબ આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ દિકરીઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે પૂર્ણા બાલિકાઓની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ અને સમાજ વ્યવસ્થા, દીકરીઓના હિતમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સામાજિક-શૈક્ષણિક ભેદભાવ, જાતિગત ભેદભાવ, સ્ત્રીના હક તેમજ અધિકારો અને બાળ લગ્ન, દહેજ પ્રથા વગેરે જેવા દૂષણો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓના આરોગ્ય માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ, મહિલાઓને મળતી મફત કાનૂની સહાય, મહિલા શિક્ષણ અને આરોગ્યલક્ષી યોજનાઓ, સ્ત્રી-પુરુષ જન્મદર વચ્ચેનો તફાવત અને તેના કારણો તથા દીકરીઓના પોષણ સ્તરને સુધારવા માટેના પગલાંઓ વગેરે અંગે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન બનેલી બાલિકાઓના હસ્તે જ વ્હાલી દિકરી યોજનાના હુકમનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મહાનુભાવના હસ્તે આ બાલિકાઓને નેમ પ્લેટ તેમજ જેમના ઘરે તાજેતરમાં જ દીકરીનો જન્મ થયો હોય તેવા વાલીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાલિકાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેકટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા મહિલા બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ, પૂર્ણા કિશોરીઓ અને મહિલાઓ વગેરે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News