મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક સાથે રોજડુ અથડાતા અકસ્માત, યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં બાઈક સાથે રોજડુ અથડાતા અકસ્માત, યુવાન સારવારમાં

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના વેણાસર ગામે રહેતા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે બાઇક લઈને જતો હતો ત્યારે બાઈક સાથે રોજડુ (જંગલી પશુ) અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેને ઈજાઓ થતાં સારવાર માટે લવાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વેણાસર ગામે રહેતો લાલજીભાઈ લુંભાભાઈ કાનગડ નામનો ૨૮ વર્ષનો યુવાન ગત તા.૧૭-૧ ના રોજ બાઈક લઈને કામ સબબ બહાર જતો હતો ત્યારે વેણાસર-ખાખરેચી રોડ ઉપરથી બાઈક લઈને પસાર થતા સમયે તેના બાઇક સાથે રોજડુ અથડાયું હતું.જે અકસ્માત બનાવમાં લાલજીભાઇને માથા અને મોઢાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ ઉપરના ડોવેલ સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારના અસ્મિતાબેન વિક્રમભાઈ શેખ નામની ૨૪ વર્ષીય મજૂર મહિલાએ તેના લેબર ક્વાર્ટરમાં ગત તા.૧૭-૧ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.જેથી તેણીને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.અહીં હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારનો હોય આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર બાઈક સ્લીપ થતા ભાવનગરના યુવાનને વધુ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર ગત તા.૧૭-૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં માળિયા નજીક બાઇક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા કમલેશ બાબુભાઈ બારૈયા (ઉમર ૪૪) રહે. દીપક ચોક ભાવનગર વાળાને માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં માળિયા(મિં.)ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.જોકે આ બનાવ માળિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બન્યો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હોવાનો પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News