મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડીએ આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાન સારવારમાં


SHARE







મોરબીની પીપળીયા ચોકડીએ આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાન સારવારમાં

મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં કોઈ કરણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા મનીષભાઈ ત્રીકમભાઈ દાવર (૪૫) નામના યુવાનને મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં કોઈ કારણસર ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ સ્થાનિક પોલીસને સોપવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાડી શેરીમાં હર ભોલે ડેરીની સામેના ભાગમાં આવેલ ભક્તિનગર-૨ ખાતે રહેતા લાભુબેન જગજીવનભાઈ (૭૬) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર સનાળા રોડ ઉપર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બનયો હતો અને તેમાં ઈજા પામેલા લાભુબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લીધી

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યાસ્મીનબેન હબીબભાઈ મોવર (૨૩) નામની પરણીતાએ પોતે પોતાની જાતે ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો આઠ માસનો છે જોકે આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે થઈને પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના કુંતાસી (રાજપર) ગામે રહેતા રામજીભાઈ લક્ષ્મણભાઈ ફંગટિયા જાતે કોળી ઠાકોર (૩૪) નામના યુવાનને ઘુનડા ચોકડી નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ પ્રથમ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News