મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડીએ ઓનલાઈ તીનપત્તિનો જુગાર રમતા બે પકડાયા, એકની શોધખોળ


SHARE











ટંકારાની લતીપર ચોકડીએ ઓનલાઈ તીનપત્તિનો જુગાર રમતા બે પકડાયા, એકની શોધખોળ

ટંકારાની લતીપર ચોકડી પાસે રાજ શક્તિ પાવભાજી સેન્ટર ખાતે ઓનલાઇન એપ્લિકેશનમાં તીન પત્તી રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સની પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ ૨૧,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઓનલાઇન જુગાર રમવા માટે આઈડી આપનાર તથા તેની સાથે જુગાર રમનાર સહિતના ત્રણની સામે ગુનો નોંધવામાં આવેલ છે

ટંકારા સ્થાનિક પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ માહિતી મુજબ ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલ રાજ શક્તિ પાવભાજી સેન્ટર પાસે ઓનલાઇન મોબાઇલમાં એપ્લિકેશન આધારે તીન પત્તી રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઓનલાઈન એપલીકેશનના મારફતે તીનપત્તિ રમતા નિલેશભાઈ ઉર્ફે ઝીણીઓ કાકુભાઈ ગણાત્રા જાતે લોહાણા (૪) રહે રાધાકૃષ્ણ શેરી ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેને આ આઈડી જુગાર રમવા માટે દિનેશભાઈ મેઘજીભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૩૭) રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે અને આ શખ્સ કીર્તિભાઈ પુરોહિત રહે. દાંતિયા તાલુકો થરાદ વાળા સાથે જુગાર રમતો હોવાનું સામે આવતા પોલીસે હાલમાં ૧૦,૩૦૦ રોકડા અને ૧૧,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કેદારયા હનુમાન નજીક રોડ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૨૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને જીગ્નેશભાઈ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા જાતે આહિર (૩૬) રહે નવલખી રોડ યમુના નગર શેરી નં-૨ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News