ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારા ગ્રામપંચાયતમા બબ્બે વખત બજેટ નામંજુર: હવે સરપંચે કુકરી ગાંડી કરી


SHARE





ટંકારા ગ્રામપંચાયતમા બબ્બે વખત બજેટ નામંજુર: હવે સરપંચે કુકરી ગાંડી કરી

ટંકારા તાલુકાની સૌથી મોટી ટંકારા ગ્રામ પંચાયતમાં સતાની સાઠમારીમા બે રાજકીય જૂથો એક બીજાને ભરી પીવા અવનવા કાવા દાવા કરી રહ્યા છે. સત્તાધારી સરપંચને પાડી દેવા માટે બબ્બે વખત બજેટ નામંજુર કરાવનાર સભ્યો સામે સરપંચે ખેલ પાડી દઈ એક મહિલા સદસ્યને ગેરલાયક ઠેરવી બીજા મહિલા સભ્યને સતત ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારતા હવે નવો રાજકીય વળાંક આવ્યો છે.

ટંકારા ગ્રામ પંચાયતની ગત મહિને મળેલી બેઠકમા ચુંટાયેલા સભ્યોએ જ સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી હોબાળો મચાવી બજેટ સહિતની તમામ બાબતોનો વિરોધ કરી બજેટ ના મંજુર કર્યુ હતુ. બાદમા તાજેતરમા, ટીડીઓ દ્વારા સરપંચ જુથને બહુમતી સાબિત કરવા અને બજેટ મંજુર કરવા માટે બીજી તક આપી હતી. પરંતુ બીજી વખત મળેલી બેઠકમા પણ સભ્યોએ બહુમતી ના જોરે ફરી બજેટ સહિતના તમામ મુદ્દાઓ નામંજુર કરતા તાલુકાના સ્થાનિક રાજકારણમા ભારે હડકંપ મચી છે. જો કે, હાલ લઘુમતીમા આવી ગયેલા સરપંચની ખુરશીના પાયા હચમચી ઉઠ્યા છે અને આખી ગ્રામ પંચાયત સુપરસીડ થાય એવા એંધાણ વચ્ચે સરપંચે કુકરી ગાંડી કરીને મહિલા સદસ્ય બીલકિશબેન અનવરભાઈ સોહરવદીને આંગણવાડીમા નોકરી કરતા હોય સભ્યપદેથી દૂર કરવા કાર્યવાહી કરતા ટંકારા ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયતના સભ્યપદેથી હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સરપંચ દ્વારા મહિલા સદસ્ય મિતલબેન કેવલભાઈ દંતેસરિયા છેલ્લી ચાર મિટિંગમાં સતત ગેરહાજર રહેતા આપોઆપ સભ્યપદેથી દૂર થતા હોવાનું જણાવી લેખિત નોટિસ પાઠવી હતી પરંતુ તેઓ ઘેર હાજર ન હોય ઘર ઉપર નોટિસ ચિપકાવી બીજા સભ્યને પણ ઘરભેગા કરી દેવા તખ્તો ઘડી કાઢતા વિરોધી જૂથમા હડકંપ મચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, ટંકારા ગ્રામ પંચાયતની ગત તા. ૨૨ મી ડિસેમ્બરે સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડામા સમાવિષ્ઠ સામાન્ય બજેટ રજુ થતા જ આગોતરી તૈયારી સાથે આવેલા સરપંચ વિરોધી જુથના સભ્યોએ ગોઠવણ મુજબ વિરોધ કરી સરપંચની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી બજેટના મંજુર કર્યુ હતુ. બીજી તરફ ગ્રામપંચાયતનુ બજેટ ના મંજુર થતા સમગ્ર કાર્યવાહીનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને મોકલાતા ટીડીઓએ પંચાયત ધારાની જોગવાઈ મુજબ ફરી તક આપતા તાજેતરમા ફરી ગ્રામ પંચાયત ખાતે આસીસ્ટંટ ટીડીઓના અધ્યક્ષ સ્થાને બીજી બેઠક મળી હતી. પરંતુ બીજી તકમા પણ સભ્યોએ એક જુથ થઈ ફરી બજેટ નામંજુર કરતા હાલ તો, સરપંચની ખુરશીના પાયા હચમચી ગયા છે. હાલ ના સ્થાનિક ચિત્ર મુજબ અંતિમ ત્રીજી તકમા સરપંચ જુથ કાંઈ ઉકાળી શકે એમ જણાતુ નથી. જો ત્રીજી વખત પણ બજેટ નામંજુર થાય તો આખી ગ્રામ પંચાયત સુપરસીડ થવા સાથે તમામ ચુંટાયેલા સભ્યો ઘર ભેગા થવા ના હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે.




Latest News