મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી
Breaking news
Morbi Today

મોરબીના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી શાળાના ૨૭૩૩ થી વધુ વિદ્યાથીઓને આપવામાં આવી તાલીમ


SHARE









મોરબીના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી શાળાના ૨૭૩૩ થી વધુ વિદ્યાથીઓને આપવામાં આવી તાલીમ

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં લીડીંગ ફાયરમેન જયેશ ડાકી અને સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર નવયુગ વિદ્યાલયનાં ૯૭૦ વિદ્યાર્થી, તપોવન વિદ્યાલય કોમર્સ સ્કૂલનાં ૪૫૦ વિદ્યાર્થી, જ્ઞાનપથ વિદ્યાલયનાં ૩૪૦ વિદ્યાર્થી, દોશી હાઇસ્કુલનાં ૧૯૮ વિદ્યાર્થી, નવયુગ શૈક્ષણિક સંકુલનાં ૮૭૦ એમ કુલ ૨૭૩૩ થી વધુ વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવેલ છે આ ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ કે, જે વડોદરા જે બાળકો ડૂબીજવાની ઘટના બનેલ જો તેમાં બધાં વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવેલ હોત તો બધાં બાળકોનો જીવ બચી જાત. અને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦), લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News