મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જ્ઞાનપથ વિદ્યા સંકુલમાં માનસિક રોગ અંગેની સમજ માટે સ્પર્ધા યોજાયો


SHARE







મોરબી જ્ઞાનપથ વિદ્યા સંકુલમાં માનસિક રોગ અંગેની સમજ માટે સ્પર્ધા યોજાયો

વિશ્વ માનસિક રોગ દિવસની ઉજવણી કરવા તેમજ આમજનતાને માનસિક રોગની સમજ માટે એક પખવાડિયા સુધી માનસિક રોગ અંગે જાગૃતિ આવે તે માટે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત જ્ઞાનપથ વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું અને વિદ્યાર્થીઓવક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ પોતાની સ્વરૂચી અને પોતાનામાં રહેલી આવડત દ્રારા સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ સરસ દેખવ્યો હતો આ સ્પર્ધામાં જનરલ હોસ્પિટલ મોરબી ખાતે માનસિક રોગ વિભાગમાં ફરજ બજાવતા દિવ્યા આર. ગોહેલ (કલીનિકલ સાયકોલોજિસ્ટ) અને અને હિતેષ પી. પોપટાણી (સાયકાટ્રીક સોશ્યલ વર્કર) ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના પ્રમુખ બાબુભાઈ ગામી તથા સહ કાર્યકર્તા ધનજીભાઈ અને જ્ઞાનપથ વિદ્યા સંકુલ શાળાના આચાર્ય અરવિંદભાઇ સદાતિયા તેમજ સ્કુલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News