મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં મોઢામાં પડેલા ચાંદામાં દવા લેવા છતાં એક વર્ષથી ફેર પડતો ન હોય વૃદ્ધા ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડાયા


SHARE





મોરબીમાં મોઢામાં પડેલા ચાંદામાં દવા લેવા છતાં એક વર્ષથી ફેર પડતો ન હોય વૃદ્ધા ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીના પાછળના ભાગે આવેલા માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા કંચનબેન કનુભાઈ ધુમલ જાતે બ્રાહ્મણ નામના ૬૨ વર્ષીય વૃદ્ધા ફીનાઇલ પી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંચનબેન ધુમલને છેલ્લા એકાદ વર્ષથી મોઢાના ભાગે સતત ચાંદા પડતા હોય અને અનેક દવાઓ લેવા છતાં પણ તેમાં ફેર ન પડતો હોવાથી તેઓ આ બીમારીથી કંટાળી ગયા હતા અને જેને લીધે આવેશમાં આવી જઈને તેઓ બાથરૂમમાં પડેલ ફિનાઈલ પી ગયા હતા.જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબીના જેતપર ગામે રહેતી હેતલબેન દિલીપભાઈ માલણીયાત (ઉમર ૨૨) નામની યુવતી કોઈ કારણોસર સીરપની આખી બોટલ એકી સાથે પી ગઈ હતી જેથી તેણીને જેતપર પીએચસી સેન્ટર ખાતે સારવારમાં લાવવામાં આવી હતી બાદમાં આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ તે બીટ વિસ્તારના જમાદાર વી.એસ.ડાંગર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

રીક્ષા પલટી જતા ઇજા

મોરબીના ખાખરાળા ગામે રહેતા બાબુભાઈ નથુભાઈ સવસેટા નામના ૪૬ વર્ષીય આધેડને માર્ગ અકસ્માતમાં ઈજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાઈ હતી જેમાં સામે આવ્યું હતું કે મોરબીના નવલખી રોડ ઉપર ખાખરાળા ગામ નજીક આવેલા ત્રિમંદિરની પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં બાબુભાઈ સવસેટાને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા જે બાબતે તે બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતો અને મૂળ જૂનાગઢનો ગૌતમ ભાવસિંહ એરડા જાતે કોળી નામનો ૨૦ વર્ષનો યુવાન તેના રૂમમાં મોબાઈલનું ચાર્જર લગાવી રહ્યો હતો.તે દરમિયાનમાં તેને શોટ લાગતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.




Latest News