મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું


SHARE







મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું

મોરબી જીલ્લામાં આર્થિક સમૃદ્ધ ઘણી છે જો કે, સ્લમ વિસ્તારમાં રહેતા લોકો આજે પણ સુવિધાઓ ઝાંખી રહ્યા છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અનોખી પહેલ કરી છે અને તેમની પાસે છેલ્લા અઢી વર્ષથી કોર્ટમાં રિસેસના સમયે કાયદાના પાઠ ભણતા યુવાન વકીલોને સાથે રાખીને સામાજિક જવાબદારીના ભાગ રૂપે મોરબીમાં પાડાપુલ અને મયુર પુલની નીચેના ભાગમાં ઝૂપડામાં રહેતા પરિવારોની મુલાકત કરી હતી અને તેના સંતાનો ભણે છે કે નહીં, તેઓની પાસે સરકારી જરૂરી આધાર પુરાવા છે કે નહીં, તેમના સંતાનો કેમ ભણતા નથી તે સહિતની બાબતોની માહિતી મેળવી હતી અને ત્યાં રહેતા પરિવારના લોકોને તેઓના સંતાનોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને ઘણા લોકો પાસે ત્યાં આધાર કાર્ડ કે રેશન કાર્ડ  હોવાથી તેના માટે કલેક્ટર સાથે મિટિંગ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોરના આધાર કાર્ડરેશન કાર્ડના કામ માટે ખાસ કેમ્પનું આયોજન કરાશે તેવું જણાવ્યુ છે તેમજ એનજીઓ અને શાળા સંચાલકોની મદદ લઈને ત્યાં રહેતા બાળકોને શિક્ષણ મળે તેના માટેનું કામ કરવામાં આવશે






Latest News