ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ તેમજ ખોજા જમાત ખાના ખાતે શ્રીરામની યશોકિર્તી ગાથાનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ તેમજ ખોજા જમાત ખાના ખાતે શ્રીરામની યશોકિર્તી ગાથાનો વિશેષ કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આગામી તા. ૨૨ મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામ મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, ભગવાન શ્રીરામની યશોકિર્તી ગાથા અને રામ મંદિરના નિર્માણ વિશે વિગતવાર માહિતી આપવા માટે અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવયુગના પ્રાંગણમાં પ્રવેશતા કષ્ટભંજનદેવના ચરણોમાં શિશ નમાવીને ત્યારબાદ બાળ સ્વરૂપ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આગેવાનીમાં અક્ષત કળશને શિશ પર ધારણ કરીને નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ મંચસ્થ રામ ભગવાનના ચરણોમાં કળશને સ્થાપિત કર્યો હતો. કળશયાત્રાનું સ્વાગત એન.સી.સી.ના કેડેટ્સ અને પુષ્પોના વરસાદ અને નવયુગની બાળાઓએ સામૈયા સાથે કર્યુ હતું. આ પ્રોગ્રામમાં બાળકોએ શ્રીરામના ચરણોને સ્વાગતગીત, શૌર્યગીત અને શબ્દોથી પખાળ્યા હતા. આ સાથે ઉપસ્થિત મહેમાનોએ અયોધ્યામાં રામ મંદિરના પુરાતન ઇતિહાસથી લઈને  નવનિર્મિત રામ મંદિરની પુનઃપ્રાણપ્રતિષ્ઠાની વિગતવાર માહિતી તમામ વિદ્યાર્થીઓને આપી હતી. તે દિવસે દરેક ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાય, બધા ઘરોમાં દિપ જલાવીને આ ક્ષણને વધાવીએ અને પ્રાણપ્રતિષ્ઠાના અભિજિત મુહૂર્ત સમયે આપણા ઘરની નજીકના મંદિરે મહાઆરતીમાં જોડાવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન કાર્યકરો મહેન્દ્રભાઈ સવસાણી, ભાવિકભાઈ ભટ્ટ, રાજુભાઈ બદ્રકીયા, મિલનભાઈ પૈડા, જયદીપભાઈ દેત્રોજા, રૂપેશભાઈ રાણપરા અને દિનેશભાઈ સાણજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન અને મેને. ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડીયાની દેખરેખમાં તમામ વિભાગના પ્રિન્સિપાલ, સ્ટાફગણ અને એન.એસ.એસ. ની ટીમ દ્રારા જહેમત ઉઠાવીને પ્રોગ્રામને ચારચાંદ લગાવી દીધા હતા.

તેમજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર સ્વાગત કરી પૂજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ ઈસમાઈલી ખોજા જમાતખાના ખાઈ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં ખોજા જમાતખાનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અક્ષત કળશનું સામૈયા સાથે સ્વાગત કરી ભક્તોએ પૂજન કર્યું હતું

 

 






Latest News