મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ODF plus Model જાહેર કરાયું


SHARE







મોરબીના બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ODF plus Model જાહેર કરાયું

સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા થકી સરકારની  અનેકવિધ યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે મળી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે. મોરબીના બગથળા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ  ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા  બગથળા ગામને  સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી  સરપંચ પરેશભાઈ આંબલીયાને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામા આવ્યા હતા.






Latest News