મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત


SHARE







મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ગામના રહેવાસીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનારા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વેરોના સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન સંતોષ કેદારભાઈ પાલ (૩૮) વેરોના સિરામિક નજીક હાઇવે રોડ ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદમાં તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાલમાં આ ઘટનામાં મૃતકના ગામના રહેવાસી ગેંદાલાલ કેદારનાથ ગોલહઇ કોલ જાતે અનુ. જનજાતિ (૨૩) રહે. હાલ માટેલ રોડ લીજોરા સિરામિક કારખાનાની લેબર કોલોનીમા તાલુકો વાંકાનેર મૂળ ઉત્તરપ્રદેશ વાળાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News