મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે આત્યાંતિક પગલુ ભરી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે આત્યાંતીક પગલુ ભરી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત 

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધેલ છે જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે. 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતી જાગૃતીબેન ગજાનનભાઈ જોશી (૨૩) નામની યુવતીએ પોતે પોતાના ઘરની અંદર હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તે યુવતીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી. વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક યુવતી પાંચ બહેનોમાં સૌથી નાની છે અને તેના માતાનું કોરોનામાં અવસાન થયું હતું ત્યારથી તે ગુમસૂમ રહેતી હતી અને કોઈ કારણોસર તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ છે હાલમાં મૃતક યુવતીના પરિવાર પાસેથી મળેલી વિગતની નોંધ કરીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રહે છે.






Latest News