મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીથી મહારાષ્ટ્ર તપાસમાં જતાં પીએસઆઈની સરકારી ગાડીને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત: બેને ઇજા  


SHARE







મોરબીથી મહારાષ્ટ્ર તપાસમાં જતાં પીએસઆઈની સરકારી ગાડીને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત: બેને ઇજા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેના ડ્રાઇવર સાથે સરકારી બોલેરો ગાડી લઈને મહારાષ્ટ્ર તરફ તપાસ માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર કેનેરા બેન્ક પાસે ટ્રક ચાલકે પાછળથી બોલેરોમાં પોતાનું વાહન અથડાવ્યુ હતું જેથી કરીને સરકારી વાહનમાં નુકસાની થઈ હતી અને પીએસઆઇ તથા ડ્રાઇવરને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં પીએસઆઇ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એ.વી. પાતાળિયાએ હાલમાં ટ્રક નંબર જીજે ૩૬ એક્સ ૯૮૪૫ ના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેતેઓ પોતાના ડ્રાઇવર સંજયભાઈ સાથે સરકારી બોલેરો ગાડી નંબર જીજે ૧૮ એજી ૩૩૬૩ માં મોરબીથી તપાસના કામે મહારાષ્ટ્ર બાજુ જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કેનેરા બેંકની સામેના ભાગમાં રોડ ઉપર ટ્રક ચાલકે સરકારી બોલેરો ગાડીમાં પાછળથી તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બોલેરો ગાડીમાં બેઠેલા પીએસઆઇ તથા તેના ડ્રાઇવરને ઇજાઓ થઇ હોવાથી તે બંન્ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પીએસઆઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ હાલમાં બોલેરો ગાડીમાં વાહન અથડાવીને અકસ્માત સર્જનારા આરોપી મયુર દેવાભાઈ મકવાણા રહે. બરવાળા નેસ રાણાવાવ પોરબંદર વાળાની ધરપકડ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

ફિનાઈલ પીધૂ

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા ગીતાબેન જીગ્નેશભાઈ ચૌહાણ (૪૦) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તે મહિલાને સારવાર માટે મોરબીમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News